સુરતમાં સ્ક્રેપર મશીનમાંથી ઓઇલ રોડ પર પડતાં અકસ્માત
ઓઈલ રોડ પર પડતા વાહન ચાલકો પટકાયા
રોડ પર પાણીનો મારો ચલાવી ઓઇલ સાફ કરાયો
સુરતના પાંડેસરા ખાતે મનપાના રોડની સફાઈ કરતા સ્ક્રેપર મશીનમાંથી ઓઈલ રોડ પર પડતા વાહન ચાલકો પટકાતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયાં હતાં.
સુરત મનપાની રોડનું સફાઈ કરતી સ્ક્રેપર મશીનમાંથી ઓઇલ રોડ પર પડતા અકસ્માત સર્જાયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે ચીકુવાડીથી ગુજરાત હાઉસિંગ બોડ સુધી રોડ પર ઓઈલ પડતા વાહન ચાલકો પટકાયા જેમાં અનેક બાઈક ચાલકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. તો ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી જઈ રોડ પર પાણીનો મારો ચલાવી ઓઇલ સાફ કર્યો હતો.
