નર્મદા જિલ્લાના 6 જેટલા મહત્વના બ્રીજો બંધ કરી દેવાયા.

Featured Video Play Icon
Spread the love

નર્મદા જિલ્લાના 6 જેટલા મહત્વના બ્રીજો બંધ કરી દેવાયા.
મુખ્ય 6 બ્રિજ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ
વિદ્યાર્થીઓએ રાજપીપળા ડેપો પરથી જતી બસોને રોકી વિરોધ નોંધાવ્યો

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે મોવીનો બ્રિજ અને નેત્રંગનો બ્રિજ બંધ કરી દેવાયો છે. જેથી દેડિયાપાડા સાગબારા સંપર્કવિહોણું થઈ ગયું છે. જેને લઈને વસ્તુઓની અછત સર્જાઈ છે. નર્મદાના 6 બ્રિજ મોટા વાહન માટે બંધ થતાં 250 કિમીનો ફેરાવો વધ્યો છે. જેથી લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. રાજપીપલા ડેપો પરથી જતી બસો રોકી વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો છે

ગંભીરા બ્રીજ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે જર્જરિત બ્રીજો ભારે વાહન માટે બંધ કરી મરામત કરવાની સૂચના આપી હતી. જેને પગલે નર્મદા જિલ્લાના છ જેટલા મહત્વના બ્રીજો બંધ કરી દેવાયા છે. મોવીનો બ્રીજ તૂટતાં પહેલા નેત્રંગ થઈને મોટા વાહનો જતા હતા. એટલે 45 કિમિનું અંતર 75 કિમિનું થતું હતું. હાલ આ 6 મુખ્ય બ્રીજો બંધ કરવામાં આવતા રાજપીપળા થઈ અંકલેશ્વર, થઇ કીમ કોસંબા થઈ ઝંખવાવ, વાડી થઈને અંદાજિત 170 થી 250 કીમીનો ફેરો ફરીને જવાનું હોય મોટા વાહનો સદઅંતર બંધ કરી દેવાયા છે. ઉંચુ ભાડું મુસાફરો પર વધારી દેવાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડેડીયાપાડા ના નેતા શંકર વસાવા એ કહ્યું કે ડેડીયાપાડા સાગબારા સંપર્ક વિહોણું બન્યું છે. બધી ચીજવસ્તુઓની અછત સરજાઈ રહી છે હાલમાં તો સમજો સ્ટોક છે એટલે ચાલે છે પણ એવું વધુ સમય રહ્યો તો ચીજ વસ્તુઓ ખૂટી જતા મુશ્કેલીઓ વધશે.

ડેડીયાપાડા સાગબારા ખાતે વિદ્યાર્થીઓ અટવાયા મોટી બસો બંધ, શાકભાજી સરકારી અનાજ અટવાયું ખાતર અટવાયું ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે શાળાના બાળકોએ બસો રોકી પોતાના ગામ પહોંચાડવા જીદ કરી હતી જોકે આ બાબતે રાજપીપલા ડેપો મેનેજરે જણાવ્યું કે અમે ઉપર રજુઆત કરી છે પણ અમને જે સૂચના મળે એ અમારે કરવાનું હોય છે માટે હાલ તો મોવી સુધી જ બસો ચલાવી રહ્યા છે બાકી આગળ જવા પોતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી, હાલ આ બસો બંધ થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *