સુરતમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સજાનો આપ દ્વારા વિરોધ
સજાના વિરોધમાં અને સમર્થનમાં પદયાત્રાનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
આપ ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાનો રાજ્યભરમાં આપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા હનુમાન મંદિરથી શરૂ થઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પૂર્ણ થઈ હતી.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ ભેસ્તાન વિસ્તારમાં પદયાત્રા યોજી હતી. પક્ષના જણાવ્યા મુજબ આ યાત્રા ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં યોજાઈ હતી. પદયાત્રામાં જાણીતા એડવોકેટ વિલાસભાઈ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. યાત્રાનો પ્રારંભ ભેસ્તાન સ્થિત હનુમાન મંદિર ખાતે દર્શન કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પદયાત્રા ભેસ્તાન ચાર રસ્તા પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
