સુરત મનપા સંચાલિત બીઆરટીએસ બસનું ટાયર ફાટ્યું

Featured Video Play Icon
Spread the love

સુરત મનપા સંચાલિત બીઆરટીએસ બસનું ટાયર ફાટ્યું
બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી હોવાનો વિડીયો વાયરલ
ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેને ખુલાસો કર્યો

સુરત મનપા સંચાલિત બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેને ખુલાસો કર્યો હતો.

સુરત શહેરમાં મોતની દોડી રહી છે હોવાનો વિડીયો વાયરલ થયો છે બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી જોવા મળતા જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. બ્લુ બીઆરટીએસ બસના ચાલકને પૂછતા જણાવ્યું કે, મોટાભાગની બસમાં આવા એકાદ ટાયરની હાલત હોય છે. બસનો કોઈપણ જાતનું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાનું આરોપ કરાયો છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉભા થયા છે તો સુરત મહાનગર પાલિકા બીઆરટીએસ બસના ઈજારદાર વિરુદ્ધ કાર્યવાહી કરશે ? કે પછી સમગ્ર બાબતને લઈને ભીનું સંકેલાશે ? તેવા સવાલો ઉભા થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન સોમનાથ મરાઠેએ નિવેદન આપ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *