તાપીમાં નિયમોને નેવે મૂકી રાત-દિવસ ચાલતું કૌભાંડ,
શું કલેક્ટર અને GPCB ઊંઘમાં છે ?
તાપીમાં રાખનું સામ્રાજ્ય હવે માત્ર પ્રદૂષણનો મુદ્દો નથી
તાપીમાં રાખનું સામ્રાજ્ય હવે માત્ર પ્રદૂષણનો મુદ્દો નથી રહ્યો, પણ એક મોટું ‘કૌભાંડ’ બની ગયું હોય તેમ લાગે છે. અમે તમને બતાવ્યું હતું કે કેવી રીતે લોકોના શ્વાસમાં ઝેર ભરાઈ રહ્યું છે. પણ આજે જુઓ, કેવી રીતે નિયમોને નેવે મૂકીને રાત દિવસ ચાલતો મોતનો વેપાર ચાલે છે. શું જીપીસીબીના આશીર્વાદ વગર આ સંભવ છે? કે પછી ઉપર સુધી હપ્તા પહોંચે છે? જુઓ અમારો આ ખળભળાટ મચાવતો બીજો રિપોર્ટ.
(Voice Over) અહેવાલ બાદ પણ તંત્રની ઊંઘ ઉડી નથી, કે પછી ઉડવા દેવામાં આવી નથી? તાપીના ગ્રામીણ રસ્તાઓ પર રાત્રે નજર કરશો તો દ્રશ્યો વધુ ભયાનક છે. મુદ્દો ૧: રાત દિવસ માં જોખમી ખેલ ડમ્પર ચાલકો જાણે કોઈ રેસ લગાવી રહ્યા હોય તેમ બેફામ દોડે છે. રાખ ઉડતી રોકવા માટેની તાડપત્રી તો હવે નામના પણ ફોટા પાડવા પૂરતી જ રહી ગઈ છે. ઉડતી આ રાખ પાછળ આવતા વાહનચાલકોને ‘બ્લાઈન્ડ’ કરી દે છે, જેના કારણે અનેક નાના અકસ્માતો રોજની ઘટના બની ગયા છે. મુદ્દો ૨: રસ્તાઓનું સ્મશાન કરોડોના ખર્ચે બનેલા ગામના રસ્તાઓ આ ઓવરલોડ ડમ્પરોએ ચીરી નાખ્યા છે. જે રસ્તા પરથી એમ્બ્યુલન્સ પસાર થવી મુશ્કેલ છે, ત્યાં આ ‘રાખના રાક્ષસો’ કઈ પરમિટના જોરે દોડે છે? શું તાપી કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે? (Voice Over) સૌથી મોટો સવાલ GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) સામે છે. શું અધિકારીઓને રસ્તા પર ઉડતી રાખ દેખાતી નથી? શું ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરતા હાથ કોણ રોકી રહ્યું છે? થર્મલ પાવર પ્લાન્ટની આ ‘સસ્તી રાખ’ ના નિકાલમાં કોના ગજવા ભરાઈ રહ્યા છે? જ્યાં સુધી કોઈનું મોત નહીં થાય ત્યાં સુધી આ તંત્ર જાગશે નહીં?.
