ગુજરાતમાં કોચિંગ સેન્ટર માટે આવશે નવો કાયદો
રાજ્ય સરકારે 8 સભ્યોની કરી છે રચના
ફેડરેશન ઓફ એકેડમિક એસો.એ કરી માગ
કમિટીમાં ચાર લોકોને સ્થાન આપવા કરી માગ
ગુજરાતમાં વધતા કોચિંગ સેન્ટરોના પ્રભાવ અને વિદ્યાર્થીઓમાં ઊભી થતી માનસિક તણાવની સમસ્યાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર હવે સ્પષ્ટ નીતિ ઘડવા તરફ આગળ વધી છે. સુપ્રીમ કોર્ટે 25 જુલાઈના આપેલા મહત્વપૂર્ણ ચુકાદાને આધારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચકક્ષાની 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી પ્રસ્તાવિત કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરશે, જેના આધારે કોચિંગ સેન્ટરોને નિયમિત કરવા કાયદો અમલમાં મૂકવામાં આવશે. ત્યારે ફેડરેશન ઓફ એકેડમિક એસો.એ કમિટીમાં ચાર લોકોને સ્થાન આપવા કરી છે માગ.
ગુજરાતમાં વધતા કોચિંગ સેન્ટરોના પ્રભાવ અને વિદ્યાર્થીઓમાં ઊભી થતી માનસિક તણાવની સમસ્યાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર હવે નવા કાયદા હેઠળ રાજ્યમાં કાર્યરત તમામ પ્રકારના કોચિંગ સેન્ટરો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. કાયદાના ભંગ પર દંડ તથા રજીસ્ટ્રેશન રદ કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવશે. સાથે જ દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટર તથા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં ખાસ સમિતિ બનાવવામાં આવશે, જેથી કાયદાનો અમલ કડક રીતે થઈ શકે. આ કાયદાની વ્યાપ્તિ માત્ર શૈક્ષણિક ટ્યુશન સુધી મર્યાદિત નહીં રહે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NEET, JEE, UPSC તેમજ અન્ય પ્રવેશ પરીક્ષાઓ માટે ચાલતા કોચિંગ સેન્ટરો પણ તેમાં આવરી લેવાશે. ખાનગી કાઉન્સેલિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા સ્પર્ધાત્મક અભ્યાસ સાથે જોડાયેલા તમામ એકમો પર નિયમનો લાગુ પડશે. નવા કાયદાની રચના પહેલા ફેડરેશન ઓફ એકેડમિક એસો.એ કમિટીમાં ચાર લોકોને સ્થાન આપવા કરી છે માગ. રાજ્ય સરકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રાફ્ટ બનાવતી વખતે કેન્દ્ર સરકારે 2023માં જાહેર કરેલી UMED માર્ગદર્શિકા તથા કોરોના મહામારી દરમિયાન અમલમાં મુકાયેલી મનોદર્પણ યોજનાના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. આ બંને માર્ગદર્શિકાઓ વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને તણાવ નિવારણ માટે કેન્દ્રિત છે. હાલમાં રાજ્યમાં અનેક કોચિંગ સેન્ટરો સ્કૂલ સમાન માળખા સાથે ચાલી રહ્યા છે. વિદ્યાર્થીની ક્ષમતાને આધારે બેચ બનાવીને તેમને અલગ-અલગ તાલીમ આપવામાં આવે છે, જે એક પ્રકારની સ્પર્ધાત્મક દોડ સર્જે છે. નિષ્ણાતોના મતે, આવી પ્રણાલીથી આવનારી પેઢીમાં મનોવૈજ્ઞાનિક અસંતુલન ઊભું થઈ શકે છે. આથી સરકારનો પ્રયાસ એ છે કે, શિક્ષણ પ્રણાલી સમાંતર ચાલતા આવા સેન્ટરોને નિયંત્રણમાં લાવી વિદ્યાર્થી મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભું કરવું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
