અમદાવાદમાં મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડતા મૌત

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડતા મૌત
બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસેલા મોપેડ ચાલકને નડ્યો અકસ્માત.
મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો

અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક બીઆરટીએસ ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. બીઆરટીએસ ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો.

અમદાવાદ જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેકમાં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરને પગલે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સગીરનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરમાં બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક વાહનચાલકો પોતાના વાહન બીઆરટીએસમાં ચલાવતા હોય છે. જેના કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારના બીઆરટીએસમાં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે. જેના કારણે અકસ્માતનો ભોગ બને છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *