માંડવીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
હનુમાન જયંતી અંતર્ગત નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ
હનુમાન જયંતી અને ડો.આંબેડકર જન્મ જયંતીને લઇ બેઠક યોજાઈ
માંડવી પોલીસ સ્ટેશન ખાતે હનુમાન જયંતી અને ડો . બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ. હનુમાન જયંતી અંતર્ગત માંડવી નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
માંડવી પોલીસ સ્ટેશન ખાતે હનુમાનજી જયંતિ અને ડો. બાબા સાહેબ આંબેડકર જી ની જન્મ જયંતી અને ગુડ ફ્રાઇડે નિમિત્તે ડીવાયએસપી વનાર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે ડીવાયએસપી વાનરે જણાવ્યું હતું કે, શહેરમાં અને ગ્રામ્યમાં આવનારા તહેવારો અંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો પોતાનો તહેવાર શાંતિમય રીતે ઉજવી શકેએ એ માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તકેદારીના ભાગરૂપે ટાઉનમાં ટ્રાફિક ના પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી અને માંડવી પોલીસ સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી હતી. આવનારા તહેવારોને અનુલક્ષીને માંડવી નગરમાં ફ્લેગમાર્ચ યોજાયું હતું આ પ્રસંગે પી. આઈ એસ ચૌહાણ, મઢી સુગર ફેક્ટરી ના ડિરેક્ટર નટુ રબારી, , ચિરાગ પુજારી, સુરેશ ખટીક, કૈલાશ પુરોહિત, અંજુમ સૈયદ તેમજ નગર તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…