સુરતમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતી ટોળી પકડાઈ
પોલીસે પીકઅપમાંથી 02 પાડા અને 04 પાડીને કબ્જે કર્યા
પશુઓને દોરડાથી બાંધી ખીચોખીચ રીતે ગાડીમાં ભરવામાં આવ્યા હતા
શેખ મહેબુબ, શેખ સુલેમાન કુરેશી, ચિસ્સોખાન કુરેશીની ધરપકડ
સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતી ટોળી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરતાં બે આરોપીઓને પકડી પાડ્યા છે અને પશુઓની ક્રૂરતા ભરેલી હેરાફેરીને અટકાવી છે.
ઉધના વિસ્તારમાં ખરવરનગર નજીક જાહેર શૌચાલય પાસે એક બોલેરો પીકઅપમાંથી કુલ 06 પશુઓ (02 પાડા અને 04 પાડી) પકડી પાડવામાં આવ્યા, જેમને અત્યંત દુઃખદાયક સ્થિતિમાં દોરડાથી બાંધી ખીચોખીચ રીતે ગાડીમાં ભરવામાં આવ્યા હતા. પશુઓને ન તો ઘાસ-ચારો આપવામાં આવ્યો હતો, ન તો પાણી, અને ન તો કોઈ તબીબી વ્યવસ્થા.આ મામલે ઉધના પોલીસને બાતમી મળી હતી જેથી પોલીસે પશુઓની હેરાફેરી કરતી ટોળી સામે કાર્યવાહી કરી હતી. પોલીસે શેખ મહેબુબ શેખ સુલેમાન કુરેશી , ચિસ્સોખાન અલ્લાખાન કુરેશીની ધરપકડ કરી હતી.