ઇચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે બેને ઝડપ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કાર્યવાહી
પોલીસે ૮૦ ,૧૬૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો
સુરતની ઇચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે . પોલીસે ૯૮૦ ગ્રામ ગાંજા સાથે ૨ ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નશાકારક વસ્તુઓનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને ઇચ્છાપોર પોલીસે બાતમીના આધારે ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હજરત ગરીબ શાહ બાબાની દરગાહ સામે કવાસ ગામ નજીકથી આરોપી શુભનેશકુમાર દિનેશકુમાર ભારતીય અને હુશૈન મૈનોદિન શેખને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. ઇચ્છાપોર પોલીસે આરોપીઓ પાસેથી ૯૮૦ ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે મોપેડ ,૨ મોબાઈલ સહીત રોકડા રૂપિયા મળી કુલ ૮૦ ,૧૬૦ રૂપિયાનો મુદામાલ કબજે કરી એનડીપીએસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.