માંડવી : શ્રાવણના સોમવારે રામેશ્વર દર્શનાર્થે ભક્તોની ભીડ
કાવડિયાઓ પાણી તથા દુધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી
માંડવી વરેઠ ગામના પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ ના મંદિરે શ્રાવણ માસના સોમવારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ પૌરાણિક રામેશ્વર મહાદેવ દાદાના મંદિરે શિવભક્તો તરફથી 31 વર્ષથી ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવે છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના વરેઠ ગામે વર્ષો પુરાણા શ્રી રામેશ્વર મહાદેવનું શ્રદ્ધા અને આસ્થાનું મંદિર આવેલ છે. જ્યાં શ્રાવણ માસના સોમવારે દૂર દૂરના ગામેથી કાવડિયાઓ તાપી મૈયાનું નિર્મળ નિર્ ભરીને હર હર મહાદેવના નારા સાથે પગપાળા આવી રામેશ્વર દાદા ને પાણી તથા દુધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે અને રામેશ્વર થી તાપી મૈયાનું નિર્મળ નિર્ ભરીને નગરના મંદિરોમાં પાણીનો અભિષેક કરે છે. સૂર્યપુત્રી તાપી મૈયા ના રમણીય તટે આ રામેશ્વર મંદિર આવેલ છે આ મંદિરનો ઉલ્લેખ તાપીપુરાણમાં કરવામાં આવેલ છે જેમાં શ્રી ભગવાન રામે આ રામેશ્વર મંદિરમાં શિવલિંગનો સ્વયંભુ સ્થાપના કરેલ છે, અને આ પવિત્ર તાપી મૈયા ના સમરણ માત્રથી પાપોનો નાશ થાય છે અને આ તાપી મૈયા ને પાપનાશીની પણ કહેવામાં આવે છે જેથી ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ શિવ ભક્તો ઉમટી પડી દર્શનનો લ્હાવો લે છે આ રામેશ્વર મંદિરે શિવ ભક્તો તરફથી છેલ્લા 31 વર્ષથી ભંડારા નું આયોજન કરવામાં આવે છે. જેમાં કેળા, સફરજન અને ચા ની પ્રસાદી તમામ ભાઈ ભક્તોને વિનામૂલ્યે આપવામાં આવે છે ભક્તો તેનો લાહવો લઈ ધન્યતા અનુભવે છે…
