સુરત : ડિંડોલીમાં યુવાન પર ઘાતકી જીવલેણ હુમલો
રોહિત નામના યુવાન પર જીવલેણ હુમલો કરાયો
ચિકન કાપવાના હત્યારથી રોહિત પર હુમલો
સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો
સુરતમાં રોજેરોજ હત્યાના પ્રયાસ અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસમાં યુવાન પર જીવલેણ હુમલો કરાતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતમાં ગુનેગારો અને ખાસ કરીને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ભેસ્તાન આવાસ ખાતે રોહિત નામના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. ચિકન વેંચનાર ખાટકીએ ચિકન કાપવાના હત્યારથી રોહિત પર હુમલો કર્યો હતો જેમાં તેને ગળાના ભાગે અને પેટના ભાગે ચપ્પુના ઘા મારતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. તો બનાવને લઈ ડિંડોલી પોલીસે સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી.
