સુરતમાં 20 વર્ષીય યુવતિને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 20 વર્ષીય યુવતિને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર
બળાત્કાર ગુજારી મિત્રો અને સંબંધીને સોંપી દેનાર મુખ્ય સુત્રધાર
નરાધમ સહિત બેને વરાછા પોલીસે મહુવા અને અમરેલીથી ઝડપી પાડ્યાં

સુરતમાં 20 વર્ષીય યુવતિને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારી મિત્રો અને સંબંધીને સોંપી દેનાર મુખ્ય સુત્રધાર નરાધમ સહિત બેને વરાછા પોલીસે મહુવા અને અમરેલીથી ઝડપી પાડ્યાં છે.

સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા 20 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર પાંચ નરાધમો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અગાઉ વરાછા પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડ્યા હતાં. જ્યારે વિડીયો ઉતારી બ્લેકમેલ કરનાર મેઈન સૂત્રધાર આરોપી અશોક નાજા સીઢાને વરાછા પોલીસે ભાવનગર જીલ્લાના મહુવા થી ઝડપી પાડ્યો છે. તો આરોપી ભવદિપ દેવકુ મોભ ને અમરેલી જિલ્લાના ખાભા થી ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધીમાં વરાછા દુષ્કર્મ કેસમાં વરાછા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હજુ પણ એક આરોપી ફરાર હોય જેને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *