સુરતમાં 14 વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત
એકના એક દીકરાનું મોત થતા પરિવાર પર આભ તૂટ્યું
પરિવાર મૃતદેહ મોપેડ પર લઈને જતો રહ્યો, 18 કલાકે પરત લાવ્યા
સુરતમાં ઉનાળાની સાથે જાણે રોગચાળો ફાટી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે ભેસ્તાનમાં ્તરણ દિવસથી તાવમાં સપડાયેલા માસુમ 14 વર્ષના કિશોરનુ મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
સુરતમાં ભર ઉનાળે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ત્યારે સુરતના ભેસ્તાનમાં 14 વર્ષના કિશોર આદિત્ય ગોપાલ ચૌધરીનું તાવમાં સપડાયા બાદ મોત નિપજ્યુ હતું. 3 દિવસથી ઘર નજીકના દવાખાનેથી કિશોરની તાવની દવા લેવાતી હતી. પરિવારે જણાવ્યુ હતુ કે કહ્યું ખાનગી દવાખાનાનો ડોક્ટર કહેતો હતો બે દિવસ દવા લો સારું થઈ જશે પરંતુ આજે અચાનક આદિત્યને ઊલટીઓ શરૂ થઈ જતા મકાન માલિકે તાત્કાલિક 108 ને બોલાવી હતી અને 108માં આદિત્યને સિવિલ લવાતા મૃત જાહેર કરાયો હતો. તો બે બહેનોના એકના એક ભાઈનું તાવમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પરિવાર માસૂમ કિશોરનો મૃતદેહ મોપેડ પર ઘરે લઈ ગયો હતો જો કે પરિવાર 18 કલાક બાદ દીકરાનો મૃતદેહ લઈને પરત સિવિલ આવ્યો હતો. અને મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુક્યો હતો. પરિવારને પોલીસ અને પાલિકાના કર્મીઓ દ્વારા સમજાવ્યા બાદ મૃતદેહ લઈને સિવિલ આવ્યા હતાં. પરિવારને દીકરો જીવીત હોવાની માની પરત લઈ ગયા હતા પરિવારે મૃતદેહ ઘરે લઈ જવાને લઈને કઈ ખબર ન હોવા અને ભૂલ હોવાની કબૂલાત કરી હતી.