પલસાણાના ગંગાધરા ગામમાં મહિલા સરપંચનું સાહસિક પગલું

Featured Video Play Icon
Spread the love

પલસાણાના ગંગાધરા ગામમાં મહિલા સરપંચનું સાહસિક પગલું
પંચાયત સભ્યની હત્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે અસામાજિક તત્વોએ કરેલા દબાણો હટાવ્યા
મહિલા સરપંચ પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પોહ્ચ્યા

વાત કરીએ બાહોશ મહિલા સરપંચ ની…. પલસાણા તાલુકાના ગંગાધરા ગામ ખાતે સામાન્ય બાબતે થયેલા ઝગડામાં ગ્રામ પંચાયતનાં સભ્યની હત્યા કરી દેવામાં આવી હતી જેના પ્રયાઘાત આખા ગામમાં પડ્યા હતા.. અસામાજિક તત્વો અને દબાણખોરો સામે મહિલા સરપંચે મુહિમ શરૂ કરી હતી. સભ્યની હત્યા કરી અમારી પણ હત્યા થશે પણ અમે ચૂપ બેસવાના નથી. મહિલા સરપંચ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા પોહચાયા હતા

પલસાણા નાં ગંગાધરા ગામ ખાતે રાહુલ મારું નામના યુવાનને ગ્રામ પંચાયતનાં સભ્યએ ટ્રેક્ટર ધીમું હાંકવા કહેતા રાહુલ મારું અન્ય દસ બાર લોકોને હાથમા લાકડા,પેચીયા, પાના લઇ આવી ગ્રામ પંચાયતનાં સભ્ય હસમુખ ભાઈ સહીત તેમના પરિવાર પર તૂટી પડ્યા હતા જેમાં ગંભીર ઇજા થતા હસમુખભાઈ કરુણા મોત નીપજ્યું હતું. જોકે આખી આ ઘટનામાં આરોપી ટોળાં સામે ગ્રામજનો ફિતકાર વરસાવી રહ્યા હતા. પોલીસે આરોપી સામે ગુનો નોંધી સાત થી વધુ લોકોની અટકાયત કરી હતી. પરંતુ જે રીતે અસામાજિક તત્વો એ ગામને માથે લેતા મહિલા સરપંચ રણચંડી બની હતી અને આરોપીઓ દ્વારા જાહેર રસ્તા અને ગટરો પર ઢોરોના તબેલા અને ગટરો પર ઉકેડા બનાવી દેતા મહિલા સરપંચ સ્થળ પર પોહચી વિડીયો બનાવી કાર્યવાહી શરૂ કરી હતી. અને આજે પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવા મહિલા સરપંચ પોલીસ કાફલો અને જે. સી. બી લઇ પોહ્ચ્યા હતા

મહિલા સરપંચ ગામમાં બનેલી ઘટનાથી એટલા દુઃખી જોવા મળ્યા હતા અને ગામમાં અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો માટે કોઈ જગ્યા નથી અને પંચાયતની સરકારી જગ્યા પર દબાણ કર્યા એ હટાવવાની ચીમકી આપ્યા બાદ આજે દબાણ હટાવવા પોહ્ચ્યા હતા.. આ તત્વો સભ્યની હત્યા કરી શકતા હોય તો અમારી પણ હત્યા કરે પણ અમે દરવાના નથી અને અસામાજિક તત્વો સામે કાયદેસર લડી લઈશું અને ગામમાં જહેર રસ્તા પર તબેલા અને ગટરો પર ઉકેડા અમે ચલાવવી લેવાના નથી. તમામ દબાણો દૂર કરવામાં આવશે અને આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવયા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *