ખેડા મહેમદાવાદની છાપરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને મરાયો માર

Featured Video Play Icon
Spread the love

ખેડા મહેમદાવાદની છાપરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને મરાયો માર
ધોરણ 9ના વિદ્યાર્થીને આચાર્યએ માર્યો માર.
પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ખેડા મહેમદાવાદ તાલુકાના છાપરા ગામની સરકારી માધ્યમિક શાળામાં એક ઘટના બની છે. શાળાના પ્રિન્સિપાલ સુરેશ પરમારે ધોરણ-9માં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થીને માર માર્યો હતો. આ મામલે વિદ્યાર્થીના પિતાએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ખેડા મહેમદાવાદના એક ગામમાં રહેતા ફરિયાદીનો પુત્ર 6 ફેબ્રુઆરીના રોજ શાળાએ ગયો હતો. બપોરના 12 વાગ્યા આસપાસ વિદ્યાર્થી ક્લાસમાંથી રજા લીધા વગર વોશરૂમ ગયો હતો. તે પરત ફરી રહ્યો હતો ત્યારે પ્રિન્સિપાલ સુરેશ પરમારે તેને જોઈ પકડી લીધો હતો. પ્રિન્સિપાલ વિદ્યાર્થીનો કાન પકડી ક્લાસરૂમમાં લઈ ગયા હતા. ફરિયાદ મુજબ, પ્રિન્સિપાલે વિદ્યાર્થીનું માથું પોતાના બે પગ વચ્ચે દબાવી, બરડાના ઉપરના ભાગે ચારથી પાંચ લાફા માર્યા હતા. તેમણે વિદ્યાર્થીના બંને કાન પકડી તેને ટેબલ પર પછાડ્યો હતો. આ હુમલાથી વિદ્યાર્થીને કાન અને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસ આ કેસમાં સાક્ષી તરીકે વિદ્યાર્થીની માતા અને તેના કાકાના દીકરાના નિવેદનો લેવાની કાર્યવાહી કરી રહી છે. પોલીસ આગામી દિવસોમાં શાળાના અન્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને ઘટનાની વધુ વિગતો એકત્ર કરશે.

શાળા છૂટ્યા પછી વિદ્યાર્થી ડરના કારણે ઘરે કોઈને કંઈ જણાવ્યું ન હતું અને સૂઈ ગયો હતો. બીજા દિવસે ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો તેની તબિયત પૂછવા ઘરે આવ્યા ત્યારે માતા-પિતાને શંકા ગઈ. પૂછપરછ કરતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ દ્વારા થયેલા માર વિશે જણાવ્યું. ત્યારબાદ પિતા તાત્કાલિક પુત્રને સારવાર માટે મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. પુત્રની હાલત અને શાળાના પ્રિન્સિપાલ દ્વારા કરાયેલી આ હિંસાને પગલે પિતાએ પોલીસનો સંપર્ક કર્યો. મહેમદાવાદ પોલીસે આરોપી પ્રિન્સિપાલ સુરેશ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *