કુકરમુંડામાં ગોવર્ધન મિલનો આતંક
કેમિકલયુક્ત પાણીથી ખેતી ખેદાન મેદાન
જીપીસીબી ના મૌન સામે સવાલ ઉઠ્યા
કુકરમુંડામાં પર્યાવરણના નિયમોના લીરેલીરા ઉડાવતી અને ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવતી કુકરમુંડાની ગોવર્ધન મિલ સામે હવે ઉગ્ર જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. મિલ દ્વારા કોઈપણ જાતના શુદ્ધીકરણ વગર છોડવામાં આવતું ઝેરી કેમિકલયુક્ત પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા લાખો રૂપિયાનો પાક બળીને ખાખ થઈ ગયો છે.
કુકરમુંડામાં સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ગોવર્ધન મિલ દ્વારા રાત્રિના અંધારામાં અથવા છૂપી રીતે લાલ-કાળા રંગનું ઝેરી પાણી નિકાલ કરવામાં આવે છે. આ પાણી જે ખેતરમાં જાય છે, ત્યાંની જમીન બિનઉપજાઉ બની રહી છે અને ઉભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોની મહેનત પર ફરેલા આ પાણીએ અનેક પરિવારોને આર્થિક પાયમાલીના આરે લાવી દીધા છે. ઝેરી પાણીનો નિકાલ કરવા શુદ્ધિકરણ પ્લાન્ટ (ETP) હોવા છે કે કેમ ? અને છે તો તેનો ઉપયોગ કર્યા વગર સીધું કેમિકલ પાણી ખેતરોમાં છોડાય છે. પાકને ભારે નુકસાન રવિ પાકોમાં કેમિકલ ભળતા છોડ બળી ગયા છે. GPCB ના મૌન સામે સવાલ છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ શું આ ભ્રષ્ટાચારમાં સામેલ છે ? કેમ હજુ સુધી મિલ સામે કડક પગલાં લેવાયા નથી ? જ્યારે ખેડૂત કહે છે કે “અમે આખું વર્ષ લોહી-પાણી એક કરીને ખેતી કરીએ છીએ, અને આ મિલવાળા એક જ રાતમાં અમારો પાક ઝેર પીવડાવીને મારી નાખે છે. તજો GPCB પગલાં નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ખેડૂતો હવે આ મામલે ગોવર્ધન મિલના સંચાલકોની દાદાગીરી અને તંત્રની મીલીભગત સામે હવે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શું તંત્ર આ મિલને સીલ મારવાની હિંમત બતાવશે કે પછી ઉદ્યોગપતિઓના દબાણ હેઠળ ખેડૂતોને મરવા માટે છોડી દેવાશે?..
