માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કલેકટરશ્રી સૌરભ પારગીના હસ્તે કરાય માંડવી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે રજુ થયેલા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યુંઃ

સુરત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે ગ્રામ વિકાસ વિભાગનો ટેબ્લો પ્રથમ: ૧૧ વિભાગોએ રજૂ કરી વિકાસની ઝલક માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ને ઉજવણી કલેક્ટર સૌરભ પારગીના હસ્તે રાષ્ટ્રગીત ગાયને સલામી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રી સૌરભ પારગી દ્વારા રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને વિશિષ્ટ સેવા બજાવનાર કર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે રાષ્ટ્રભાવના ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખાતે આયોજીત સરકારના ૧૧ જેટલા વિભાગો દ્વારા રજુ થયેલા ટેબ્લોએ આકર્ષક જમાવ્યું હતું. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરત દ્વારા ગ્રામ વિકાસ વિભાગની પંચસ્થંભ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતી થીમ સાથેના ટેબ્લો પ્રથમ નંબર મળ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાંવિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગેપ્રાયોજના વહીવટદારશ્રી માંડવી, જિલ્લા વિકાસ અધિકારી ની શિવાની ગોયલ, પ્રાયોજના વહીવટદાર સુનિલજી, માંડવી પ્રાંત અધિકારી જાદવ, એસપી રાજેશ. ગઢીયા ,સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ, હાજર રહ્યા હતા. નાયબ વનસંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ સુરત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, અધિક્ષક ઇજનેરશ્રી ડીજીવીસીએલ, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ.શાખા જિલ્લા પંચાયત સુરત, કાર્યપાલક ઈજનેર જેટકો-કીમ, આરટીઓ વિભાગ દ્વારા વિવિધ થીમ આધારિત ટેબ્લો પ્રદર્શિત કરાયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *