સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કુલ માં 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કુલ માં 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિ ગીતો અને કૃતિઓ રજૂ કરી

સુરતની પ્રસિદ્ધ સેંટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તા. 26 જાન્યુઆરી ૨૦૨૬ ના દિવસે શાળાના સંચાલક ગણ, મહાનુભવો. શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.

સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પુર્ણેશ મોદી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તથા શ્રી અશોક્ભાઈ ગોહિલ (સુરત મેઘવાળ સમાજ ટ્રસ્ટ ના મુખ્ય સલાહકાર) ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત શાળાના વિદ્યાર્થીઓએ પુષ્પવર્ષા તથા બેન્ડના તાલે કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાજર તમામે તિરંગાને સલામી આપી.ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ભાષણો તથા નૃત્ય દ્વારા દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટ્રી શ્રી બી. વી. એસ. રાવ સર તેમજ શ્રીમતી સુશીલા રાવ મેડમ તથા શાળાના આચાર્ય શ્રી પ્રનબ નાયક, CBSE શાળા ના આચાર્યા શ્રીમતી વિભાબેન વાઘાણી તેમજ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડસર, પ્રાયમરી ઇન્ચાર્જ શ્રીમતી ખુશાલી શાહ તથા શ્રી વિકાસ ભેડા અને સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી શેફાલીબેન દવે તેમજ શાળાના અન્ય શિક્ષકો, વિદ્યાર્થીઓ ની દેશ ભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાને વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ મોટું છે. શિક્ષણ દ્વારા જ સમાજ અને દેશ આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓએ શિસ્ત, મહેનત અને દેશપ્રેમ સાથે જીવનમાં આગળ વધવું જોઈએ.આઝાદી મેળવવા માટે આપણા જવાનોએ જે બલિદાન આપ્યું તે વિષે શાળાના ટ્રસ્ટી શ્રી રાવ સરે માહિતી આપી હતી. હાજર મહાનુભાવોએ પ્રજાસત્તાક દિવસ નિમિતે વક્તવ્ય આપ્યું હતું. તેમજ ધોરણ-6, 7, 8, 9 અને 11 ના વિદ્યાર્થીઓ દ્વારા,વંદે માતરમ ઉપર નૃત્ય. તથા સોને કી ચીડિયા…… અને હમ ભારત કે હે ગીત પ્રસ્તુત કર્યું. તે સાથે યોગા શો, કરાટે શો વગેરે રજૂ કર્યા હતા.

ત્યાર બાદ મુખ્ય અતિથિશ્રી ના વરદહસ્તે શાળામાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃતિમાં પ્રથમ આવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી, ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપસ્થિત કાર્યક્રમમાં વાલીઓ પણ હાજર રહી આ ભવ્ય ઉજવણીને ખૂબ ઉત્સાહપૂર્વક માણી હતી. વાલીઓ અને શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રશંસા વ્યક્ત કરી તેમજ શાળાના આચાર્યશ્રી એ આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *