મેઘરજના બેડજ ગામમાં બહેનોને તાલીમ
આત્મનિર્ભર બનાવવા વાંસકામની વિનામૂલ્યે તાલીમ
30 જેટલી મહીલાઓ તાલીમ અપા
મેઘરજના બેડજ ગામમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા વાંસકામની વિનામૂલ્યે સખી મંડળની ૩૦ જેટલી મહીલાઓ તાલીમ લઈ રહી છે.
મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ગ્રામિણ મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી આત્મનિર્ભર બને તે હેતુસર ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા મારફતે વાંસકામની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.આ તાલીમમાં બેડજ ગામની જયશ્રી લક્ષ્મિમાં સખી મંડળ, જય આસાપુરા માં સખી મંડળ, રોશની સખી મંડળ તથા સંગમ સખી મંડળની કુલ ૩૦ જેટલી બહેનો ભાગ લઈ રહી છે.બેડજ ગ્રુપ ગ્રામ પંચાયત, મિશન મંગલમ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત આ તાલીમ દરમિયાન મહિલાઓને વાંસમાંથી ફોટોફ્રેમ, મોબાઈલ સ્ટેન્ડ, મોબાઈલ બોક્સ, કોલગેટ બોક્સ, દિવાલ વોલપીસ, ફુલદાની સહિત વિવિધ ઉપયોગી અને વેચાણયોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે.છેલ્લા બે માસથી આ તાલીમ વિનામૂલ્યે બારિયા દિલીપકુમાર, પટેલ રાજેશકુમાર અને શૈલેદ્રસિંહ દ્વારા આપવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ થતાં બહેનોને રૂ. 9000 ની ટાઈપિંગ સહાય સાથે કારીગર કાર્ડ તથા પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) પણ આપવામાં આવશે.આ પ્રકારની તાલીમ ગ્રામિણ મહિલાઓ માટે આવકના નવા અવસરો સર્જી તેમને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે….
