માંડવી સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

Featured Video Play Icon
Spread the love

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્રારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ
બ્લડ ડોનેશન કેમ્પમાં 86 યુનિટ બ્લડ એકત્રિત થયું

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. જેમાં 86 યુનિટ બ્લડ એકત્રિત હતું.

વીઓ :- ઇન્ડિયા રેડકોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને તેમજ કુવરજીહળપતિની ઉપસ્થિતિમાં તારીખ 18 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના સુરત જિલ્લાના પ્રમુખ પ્રફુલ સિરોયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને સૌને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ધારાસભ્ય કુવરજીઈ હળપતિ દ્વારા જણાવ્યું હતું કે, હજુ પણ ગામડામાં લોકો બ્લડ આપતા ડરે છે. જેથી બ્લડ ડોનેશનની જાગૃતિ લાવવા ભાર મુક્યો હતો તથા આ કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પ્રભુ વસાવાએ બ્લડ ડોનેશનની મહત્વતા સમજાવી જાગૃતિ લાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર પ્રફુલભાઈ દ્વારા 49 હજાર આંખોનુ ટ્રાન્સફર કરવા બાબતે રાષ્ટ્રપતિ દ્વારા રેડ કોર્સ સોસાયટીના પ્રમુખ પ્રફુલભાઈ શિરોયાનું સન્માન કરાયું હતું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ પ્રફુલ શિરોયા, સતિષ કાયસ્થ દ્વારા 60 વખત, વિપુલ શાહ દ્વારા 56 બ્લડ ડોનેટ કરવા બદલ સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી માંડવી બ્રાન્ચના પ્રમુખ, સરકારી હોસ્પિટલના અધિક્ષક પરિમલ ચૌધરી તથા તેમની ટીમ તેમજ માંડવી નગર ભાજપ સંગઠનના પ્રમુખ પ્રિતેશ રાવળ તથા સંગઠનની ટીમ, પાલિકા પ્રમુખ નિમેશ શાહ તથા તેમની ટીમ તેમજ મોટી સંખ્યામાં રક્ત દાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *