સુરત મનપાનું કચરા કૌભાંડ ઉજાગર

Featured Video Play Icon
Spread the love

સુરત મનપાનું કચરા કૌભાંડ ઉજાગર
215 કરોડના કચરાનું કૌભાંડ ઉજાગર
મ્યુનિસિપલ કમિશનર અને ઈજારદાર વિરૂદ્ધ કાર્યવાહીની માંગ

સુરત મનપાના કચરા કૌભાંડને ઉજાગર કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની આપ દ્વારા માંગણી કરાઈ છે.

સુરત મહાનગર પાલિકામાં શાસકોના મળતીયા કોન્ટ્રાક્ટર સી.ડી. ટ્રાન્સપોર્ટ અને મ્યુનિસિપલ કમિશનરના મેળાપીપણામાં ભારત સરકારની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમને સુરતને ગાર્બેજ ફ્રી સીટી દર્શાવવા કાગળ પર રજૂ કરી ફૂલ ગુલાબી ચિત્રને ઉઘાડું પાડવા અને 215 કરોડના કચરા કૌભાંડને ઉજાગર કરી જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા ગુજરાતના મુખ્યમંત્રીને નામદાર હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં એસઆઈટી ની રચના કરી તલસ્પર્શી તપાસ કરવા માંગણી આપ દ્વારા કરાઈ છે. સાથે ભારતના વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ ચાલતા સ્વચ્છતા અભિયાનની સમગ્ર પ્રકિયાને શંકાસ્પદ બનાવવાના સુનિયોજિત ષડયંત્ર બદલ મ્યુનિસિપલ કમિશનર અને ઈજારદાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી ભવિષ્યમાં સ્વરછતા સર્વેક્ષણમાં ગેરરીતીઓ થાય નહીં તે મુજબની દાખલારૂપ કાર્યવાહી કરી પ્રજાના વેરારૂપી રૂપિયા 215 કરોડનું ધોવાણ અટકાવવા માંગણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *