તડકેશ્વર કીમ માંડવી રોડ પર અકસ્માત થવાનો સીલ સીલો ચાલુ

Featured Video Play Icon
Spread the love

તડકેશ્વર કીમ માંડવી રોડ પર અકસ્માત થવાનો સીલ સીલો ચાલુ
બાઈક અને અજાણ્યા વાહન ચાલક વચ્ચે અકસ્માત
બાઇક ચલકના પગમાં ફેક્ચર થતા શિફા હોસ્પિટલમાં સારવાર

અરેઠ તાલુકાનાતડકેશ્વર કિમ–માંડવી રોડ પર અકસ્માતોનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ્યાં અકસ્માત થયો હતો, એ જ સ્થળે આજે ફરી એક અકસ્માત સર્જાયો છે.

તારીખ 13 જાન્યુઆરીના રોજ સાંજે અંદાજે 7 વાગ્યાની આસપાસ બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઈક ચાલકની ઓળખ રાહુલ ખુલસીંગ વસાવા તરીકે થઈ છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વેલી ગામના રહેવાસી છે અને હાલ તડકેશ્વર નજીક આવેલી ગુજરાત કલર લેમ્પ કંપનીમાં નોકરી કરે છે. અકસ્માત બાદ રાહુલ વસાવાને તાત્કાલિક સારવાર માટે શિફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળતાં વધુ સારવાર માટે તેમને સુરત ખાતે રિફર કરવામાં આવ્યા છે.

એક તરફ એક જ કટ પર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, તો બીજી તરફ તંત્ર ગોર નિંદ્રામાં સૂતું હોય તેવો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું સામાન્ય નાગરિકોની જાનની કોઈ કિંમત નથી? એક જ સ્થળે સતત અકસ્માતો થવાથી આસપાસના વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આ રોડ પર તાત્કાલિક સલામતીના પગલાં — જેમ કે સ્પીડ બ્રેકર, સૂચક બોર્ડ, લાઈટિંગ અને ટ્રાફિક નિયંત્રણ — અમલમાં મુકવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને આ રોડ પર થતી વારંવારની અકસ્માતોની ઘટનાને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા ક્યારે અસરકારક પગલાં લેવામાં આવશે આવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *