મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત
હોસ્પિટલમાં 100 બેન્ડ ની રહેશે સુવિધા
પત્રકારો સાથે નવા હોસ્પિટલમાં ફેસીલીટી બાબતની ચર્ચા
દાહોદ ખાતે વર્ષોથી ચાલતા રીધમ હોસ્પિટલે આજે એક નવું સોપાન સર કરતા એક મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલની કરી શરૂઆત આ હોસ્પિટલમાં 100 બેન્ડની રહેશે સુવિધા સાથે છે
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં અન્ડર બ્રિજ પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં આજે રીધમ હાર્ટ હોસ્પિટલ દ્વારા દાહોદમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી, આ શુભ પ્રસંગે દાહોદના સિનિયર ડોક્ટર બી.કે.પટેલ ડોક્ટર, ડોક્ટર ચતુર્વેદી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, રિધમ હાર્ટ હોસ્પિટલના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમની શરૂઆત કરતા દાહોદના સિનિયર ડોક્ટર બી.કે.પટેલ દ્વારા રીબીન કટ કરી હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ રિધમ હાર્ટના ડોક્ટર અનિલ શર્મા તેમજ ડોક્ટર આનંદ આહુજા દ્વારા પત્રકાર પરિષદ કરી અને પત્રકારો સાથે નવા હોસ્પિટલમાં ફેસીલીટી બાબતની ચર્ચા કરી વિસ્તૃત જાણકારી આપી, દાહોદના લોકોને સહકાર આપવા બદલ આભાર માન્યો હતો અને આવો જ સહકાર જે અત્યાર સુધી તેઓને મળ્યો છે આવોજ સહકાર ભવિષ્યમાં પણ મળતો રહે તેવી અપેક્ષા સાથે પત્રકાર પરિષદની પૂર્ણાહુતિ કરી હતી…
