સુરત હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરા ખરીદી છેતરપિંડી
મહંત ડાયમંડ એલએલપી તથા રસેષ જ્વેલ્સ એલએલપી
જીતેન્દ્ર કાસોદરીયા, રોનક ધોળીયા અને કૌશીક કાકડીયાની ધરપકડ
સુરત હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદ કરી તેનુ પેમેન્ટ નહી ચુકવી ઉઠમણુ કરનાર મહંત ડાયમંડ એલએલપી તથા રસેષ જ્વેલ્સ એલએલપીના ભાગીદારને ઈકો સેલે ઝડપી પાડ્યો છે.
સુરતમાં રોજેરોજ ઠગાઈના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના હિરા બજારમાંથી અલગ અલગ 21 જેટલા વેપારીઓ પાસેથી હિરાનો માલ ખરીદી આઠ કરોડ 20 લાખ 32 હજારથી વધુનુ પેમેન્ટ નહી કરી ઉઠમણુ કરનાર મહંત ડાયમંડ એલ.એલ.પી. તથા રસેષ જ્વેલ્સ એલ.એલ.પી.ના વેપારીઓ વિરૂદ્ધ સુરત પોલીસ કમિશનરને અનિલ અરવિંદ હિરપરાએ ફરિયાદ કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમને તપાસ સોંપાઈ હતી જેમાં બન્ને કંપનીના ભાગીદારો જીતેન્દ્ર ધનજી કાસોદરીયા, રોનક રાજેશ ધોળીયા અને કૌશીક અમૃતલાલ કાકડીયા વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ ઈકો સેલની ટીમે તપાસ હાથ ધરી અગાઉ જિતેન્દ્ર કાસોદરીયા, કૌશીક કાકડીયા, રવિ વઘાસીયા, અક્ષય જાસોલીયા, ધનરાજસિંહરાઠોડ અને ભરત ગઢડા માણીયાને ઝડપી પાડ્યા બાદ વધુ એક મુખ્ય ઠગ રોનકકુમાર રાજેશ ધોળીયાને પણ ઝડપી પાડ્યો હતો.
