સુરત રાંદેર વિસ્તારમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
પાંચ કરોડની ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપી
આરોપીને ભીવંડીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
સુરત રાંદેર વિસ્તારમાં બનેલ પાંચ કરોડની ધાડના ગુનામાં નાસતા ફરતા વધુ એક આરોપીને ભીવંડીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં વેપારીની કારમાં મુકેલ રોકડ પાંચ કરોડની લુંટ કરી ઈનોવામાં ભાગી છુટેલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતાં. અગાઉ ઝડપાયેલા ચાર આરોપીઓ પાસેથી પોલીસે સાડા ચાર કરોડ જેટલી રકમ રીકવર કરી હતી. તો આ જ ગુનામાં નાસતા ફરતા આરોપીઓમાંથી એક એવા ઝુબેર અબ્દુલ ગફાર અન્સારીને ભીવંડીથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
