સુરતમાં વારંવાર કારમાં આગની ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વારંવાર કારમાં આગની ઘટનાઓ
વેસુમાં થારમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ
કારમાં સવાર બે યુવક બહાર નીકળી જતા બચાવ થયો

સુરતમાં વારંવાર કારમાં આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે વેસુમાં થારમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. કારમાં સવાર બે યુવક બહાર નીકળી જતા બચાવ થયો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક મહિન્દ્રા થાર ગાડી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. ગાડીમાં તે સમયે બે વ્યક્તિઓ સવાર હતા. આગ લાગવાની જાણ થતાં જ ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થતાં ટળી ગઈ હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ગાડીના આગળના ભાગ બોનેટને સંપૂર્ણપણે લપેટમાં લઈ લીધી હતી. વાહન સળગતું જોઈને આસપાસના સ્થાનિકોનું મોટું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોમાં ભય સાથે કુતૂહલ જોવા મળ્યું હતું. બનાવની જાણ થતાં જ વેસુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કોઈપણ વિલંબ કર્યા વિના પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમની ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *