સુરત મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 કતારગામમાં વૃક્ષારોપણ

Featured Video Play Icon
Spread the love

સુરત મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 કતારગામમાં વૃક્ષારોપણ
જિંદગી જીવદયા અભિયાન દ્વારા “વુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

સુરતના કોઝવે નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત મહિલા પોલીસ સ્ટેશન, સેક્ટર-૧, કતારગામ અને જિંદગી જીવદયા અભિયાન ટીમના સંયુક્ત ઉપક્રમે રદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસર પર મહિલા પોલીસ મથકના પીઆઈ શ્રીમતી બી.એ. ભટ્ટ તથા તેમની સમગ્ર ટીમે સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન 50 થી વધુ વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું સુરત શહેર બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓએ સંદેશ આપ્યો કે દરેક નાગરિકે પોતાના આસપાસ વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે. આ પ્રસંગે જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દિપભાઇ મહેતાએ પણ જણાવ્યું કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને સમજવી અત્યંત જરૂરી છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવી એ સમયની જરૂરિયાત છે. કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ વૃક્ષોને સંભાળવાની પ્રતિજ્ઞા લીધી અને સરદાર પટેલના વિચારોને અનુસરતા સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *