અમદાવાદની ગોદરેજ પ્રોપર્ટીઝે લોકોને રડાવ્યા.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદની ગોદરેજ પ્રોપર્ટીઝે લોકોને રડાવ્યા.
ક્લબ ઓ 7 ખાતે બિલ્ડર અને રોકાણકારોની બેઠક.
પુનાથી આવેલ ટીમે ઇન્ફ્રાસ્ટ્રકચર યોગ્ય નહી લાગતા 3 માળ તોડી પાડ્યા

અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીની સ્કીમ સેલેસ્ટે અંગે એક રિપોર્ટ પીડિતોની મુશ્કેલીઓનો રજુ કરાયો હતો. જે વીડિયો બાદ હવે ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા કેટલાક ગ્રાહકોને રિફંડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જો કે, પીડિતોના કેટલાય પ્રશ્નો હજીય અનુત્તર છે.

અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીની સેલેસ્ટે સ્કીમનો વિવાદ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. ગત શનિવારે પીડિતો સાથે વાતચીત કરીને સ્થળ નીરિક્ષણ કરીને એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ આ મુદ્દો ઘણો ગરમાયો હતો. પીડિતો સાથે કરેલી વાતચીત પ્રમાણે સ્કીમ મૂકાયાના 3 વર્ષે હજીય એક ઈંટ જેટલું પણ બાંધકામ કરાયું નથી. 1100થી વધુ પરિવારો પોતાના સપનાના ઘર માટે રઝળી રહ્યા છે. કેટલાય પરિવારો તો એવા છે, જે પોતાના ઘરની રાહમાં ભાડે રહે છે, મહિને હજારો રૂપિયાનું ભાડું ભરે છે અને જે ઘર બન્યું જ નથી એના હપતા પણ ભરે છે. આખરે હવે ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ બિલ્ડર્સ કેટલાક અંશે એક્શનમાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ગોદરેજ ગાર્ડન સિટી દ્વારા રિફંડ તો ઈનિશિયેટ કરી દેવાયું છે, સાથે જ રવિવારે બધા જ કસ્ટમર્સની મીટિંગ પણ બોલાવવામાં આવી હતી જેમાં કંપનીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. જો કે ગ્રાહકો હજીય પોતાના પ્રશ્નોનો જવાબ ઈચ્છી રહ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા 3 દિવસમાં કેટલાક પીડિતોનું રિફંડ આપી દેવામાં આવ્યું છે. જેમાં તેમણે ભરેલી રકમ ઉપરાંત ગોદરેજ દ્વારા નુક્સાન પેટે વ્યાજની પણ ચૂકવણી કરવામાં આવી છે. જો કે, આ પીડિતોએ છેક જૂન-જુલાઈ 2025માં કેન્સલેશન માટે અપ્લાય કર્યું હતું, જેના 5 મહિને તેમને રિફંડ મળી રહ્યું છે. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *