બારડોલી વિ.રાજપૂત સમાજ, યુવા સંગઠન દ્વારા દશેરા પર્વ ઉજવણી

Featured Video Play Icon
Spread the love

બારડોલી વિ.રાજપૂત સમાજ, યુવા સંગઠન દ્વારા દશેરા પર્વ ઉજવણી
બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે કરાયું શસ્ત્ર પૂજનનું આયોજન
રાજપૂત સમાજમાં દશેરા પર્વે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ
100 થી વધુ યુવાનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું શસ્ત્ર પૂજન

બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તથા બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યા માં રાજપૂત સમાજના ભાઈઓ બહેનોએ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કર્યું હતું.

માં આદ્યશક્તિ ના નવલા નોરતા બાદ દશેરાનો પર્વ હોય શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તથા બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા દશેરા પર્વ ની બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે ઉજવણી કરવામાં આવી હતી . રાજપૂત સમાજ દશેરા પર્વ નું મહત્વ હોય છે . અને દશેરા પર્વ નિમિત્તે શૂરવીરતાનું પ્રતીક અને શક્તિની ઉપાસના કરતા આવેલા બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે યોજાયેલ શસ્ત્ર પૂજન કાર્યક્રમ માં મોટી સંખ્યા માં મોટી સંખ્યા માં યુવક યુવતી ઓ સસ્ત્ર પૂજન માં જોડાયા હતા. તેમજ દંપતિઓ પણ શસ્ત્ર પૂજન માં ભાગ લીધો હતો. અને તમામ ની ઉપસ્થિતિ માં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યા માં શસ્ત્ર પૂજન કરીને રાજપૂત સમાજના શ્રેષ્ઠ સંગઠનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *