સુરત : નવરાત્રિના પાવન પર્વે રૂપાણી પરિવારનું અંગદાન
સુરતમાં 62 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના બંને હાથ, બંને કીડની,
લીવર અને બંને ચક્ષુઓના દાનથી સાતને નવજીવન મળ્યું
નવરાત્રીના પાવન પર્વએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન દ્વારા સાત વ્યક્તિને નવજીવન આપ્યુ હતું.
નવરાત્રિના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી સાત વ્યક્તિને નવજીવન મળ્યુ છે. વાત એમ છે કે ગત 23 સપ્ટેમ્બર 2025ના રોજ વડોદરા ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી દર્દી પાર્વતીબેન વહેલી સવારે પોતાના નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નાહવા માટે ગયા હતા, પરંતુ બાથરૂમ માંથી ઘણીવાર સુધી બહાર નહિ આવતા, તેમના પરિવારજનોએ દરવાજો ખખડાવતા અંદરથી અજુગતો અવાજ આવતા પરિવારજનોએ દરવાજો તોડી અંદર જોયું ત્યારે પાર્વતીબેન બેભાન હાલતમાં મળ્યા હતા. જેથી તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે જરૂરી રીપોર્ટ કર્યા હતા. દર્દીને વધુ સારવાર માટે તેમના સબંધીઓએ પી.પી. સવાણી હોસ્પિટલ, વરાછા રોડ ખાતે શિફ્ટ કરાયા હતા. દર્દી બેભાના અવસ્થામાં હોવાથી આઇ.સી.યુ.ના ડો.જીગ્નેશ ગેંગડિયા દ્વારા જરૂરી રિપોર્ટ કરાવ્યાં હતા. પરંતુ રિપોર્ટ અનુસાર દર્દી બ્રેઇન ડેડ હોય જેથી હોસ્પિટલમાં ફરજ પરના ડો.જીગ્નેશ ગેંગડિયા, ડો.હિતેશ ચિત્રોડા, ડો.નિકુંજ કાત્રોડિયા અને ડો.પુનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતાં. દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે મેડીકલ એડમીન ડો.અનીલ તંતી સાહેબ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ,સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા અને નીતિન ધામેલીયાનો સંપર્ક કર્યો હતો. અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારજનોને અંગદામ અંગે સમજાવતા પરિવારની સહમતી બાદ ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી મૃતકના બંને હાથ, બંને કીડની, લીવર તથા બંને ચક્ષુઓના દાન દ્વારા અન્ય સાત લોકોને જીવનદાન મળ્યું હતું.
