સુરત : બાઈક પર મોબાઈલ સ્નેચીંગ અને મોબાઈલ ચોરી કરનાર ઝડપાયો
ડી.જે. ઓપરેટર બન્યો મોબાઈલ સ્નેચર, સગીર સાથી સાથે ઝડપાયો
શોર્ટકટમાં પૈસા કમાવવા માટે મોબાઈલ ચોરી કરતો
8 મોબાઈલ ફોન સાથે 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતની ચોક બજાર પોલીસે બાઈક પર મોબાઈલ સ્નેચીંગ અને મોબાઈલ ચોરી કરનાર બાળ કિશોર સહિત બેને ઝડપી પાડી આઠ મોબાઈલ સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરતની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશ્નર સેકટર- 1 વાબાંગ ઝમીર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૩ રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશ્નર ઈ ડીવિઝન આર.આર. આહીર નાઓએ ઈ-એફ.આઇ.આર. પરથી પોલીસ મથકમાં દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સપેકટર એન.જી.ચૌધરી નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યુ હોય જેને લઈ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.આઇ.મકરાણી નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને ઈ-એફ.આઇ.આર પરથી દાખલ થયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા બાબતે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે આધારે અ.હે.કો. ઘનશ્યામભાઈ ગેમાભાઇ તથા અ.હે.કો.કિંજલભાઈ હરીભાઇ તથા અ.પો.કો.જીગ્નેશભાઈ જેસંગભાઈ નાઓએ ટીમવર્કથી ટેકનીકલ વર્કઆઉટ કરી ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ઈ એફ.આઇ.આર પરથી દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હાના કામે સ્નેચીંગમા ગયેલ એક સફેદ કલરનો મોબાઈલ ફોન સાથે કિશોર સહિત બેને ઝડપી પાડ્યા હતાં. અને તેઓની ઝડતી લેતા વધુ સાત મોબાઈલ મળ્યા હતા જેને લઈ પુછપરછ કરતા કિશોર તથા પીન્ટુ રાજુ ત્રિવેદી સાથે મળી યુનિકોન મોટર સાઈકલ પર મોબાઈલ સ્નેચીંગ તથા મોબાઈલ ચોરી કરતા હોવાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, બાઈક સહિત 1 લાખ 21 હજારની મત્તા કબ્જે કરી છે.
