પાટણમાં વરસાદે વિરામ લીધો છતાં પણ મુશ્કેલીથી રાહત નહી

Featured Video Play Icon
Spread the love

પાટણમાં વરસાદે વિરામ લીધો છતાં પણ મુશ્કેલીથી રાહત નહી
સાંતલપુરમાં વરસાદ બંધ થવા છતા આફતના પાણી ઓસર્યા નથી.
ઠાકોર વાસમાં હાલ સૌથી વધુ ખરાબ સ્થિતિ

પાટણ જિલ્લામાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થયો, જે પછી કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં હજુ સુધી ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે

પાટણ જિલ્લામાં ત્રણ દિવસથી સુધી સતત ભારે વરસાદ થયો, સતત વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં. ભારે વરસાદને કારણે રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ઘણો વિનાશ થયો અને સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું. અહીં સાંતલપુરના મઢુત્રા ગામમાં આવેલ ઠાકોર વાસમાં હાલ સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. ગ્રામજનોની હાલત એવી છે કે વરસાદી આફતને કારણે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા અને તમામ ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે. જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. વરસાદી આફતમાં તમામ ઘર વખરી પાણીમાં તણાઈ ગયા પછી લોકો તંત્ર સામે પાણી નિકાલની ગુહાર લગાવી રહ્યા છે. વરસાદના વિરામ બાદ પણ હજુ સાંતલપુરના મઢુત્રામાં આવેલ ઠાકોર વાસમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયાને 36 કલાક વીતી ગયા હોવા છતાં પણ ગામના ઠાકોર વાસ વિસ્તારમાં 80 થી વધુ ઘરોમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી, આ ઘરોમાં હજુ સુધી ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકો ત્રણ દિવસથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. વરસાદે વિરામ લીધા પછી પણ પાણી ઉતર્યા નથી ત્યારે લોકો તંત્રને પાણી નિકાલ માટે વિનંતી કરી રહ્યા છે. સાથે જ ગ્રામજનોની માંગ છે કે સત્વરે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને એ પછી સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *