સુરતમાં ઈન્ટિગ્રિટી ધ બોટમ લાઈન બુકનુ લોન્ચીંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઈન્ટિગ્રિટી ધ બોટમ લાઈન બુકનુ લોન્ચીંગ
ઉદ્યોગપતિ અને લાઇફ કોચ રાજેશ દેસાઈએ બુકનુ લોન્ચીંગ કર્યુ
બુક પ્રકાશન રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

સુરતના ઈજનેર, ઉદ્યોગપતિ અને લાઈફ કોચ એવા રાજેશ દેસાઈએ નવી પુસ્તક ઈન્ટિગ્રિટી ધ બોટમ લાઈનનુ લોન્ચીંગ કર્યુ હતું તે પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

સુરતના પ્રખ્યાત ઈજનેર, ઉદ્યોગપતિ અને લાઇફ કોચ રાજેશ દેસાઈ એ આજે પોતાની નવી પુસ્તક ઇન્ટિગ્રિટી ધ બોટમ લાઇનનો ભવ્ય પ્રકાશન સુરત શહેરમાં કર્યું હતું. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતુ જેથી દેશ વિદેશના વાંચકો જોડાઈ શકે. તો આ પુસ્તક સમજાવે છે કે ઈન્ટિગ્રિટી અને ઈમાનદારી જીવન, વ્યવસાય, નેતૃત્વ અને સંબંધોની સફળતાનું મૂળ છે. સરળ અને અસરકારક ભાષામાં લખાયેલું આ પુસ્તક વ્યક્તિગત અનુભવો, વ્યવસાયિક કિસ્સાઓ અને આધ્યાત્મિક વિચારો દ્વારા વાચકોને સાચા જીવન જીવવાની પ્રેરણા આપે છે. પ્રસંગે રાજેશ દેસાઈએ જણાવ્યું હતુ કે ઈન્ટિગ્રિટી માત્ર સિદ્ધાંત નથી, પરંતુ જીવવાનો રસ્તો છે. જ્યારે વિચાર, શબ્દ અને કર્મ એકરૂપ થાય છે ત્યારે જીવનમાં સત્ય પરિવર્તન આવે છે. બુક લોન્ચીંગ અવસરે તેમના 21 દિવસના ઈન્ટિગ્રિટી પ્રેક્ટિસ પ્રોગ્રામ ની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *