સુરતમાં ગુજસીટોકના આરોપીને આશરો આપનાર ઝડપાયો
દુબઈના અકરમ બકાલીને સુરત એરપાર્ટ ઉપરથી ઝડપાયો
સુરતના ગુજસીટોકના આરોપી અશરફ નાગોરીને આશરો આપનાર અને દુબઈથી સુરત આવેલા ઈસમને ઈમિગ્રેશન અધિકારીઓએ પકડી પોલીસને સોંપ્યો હતો.
ગુજસીટોકના ગુનાના મુખ્ય આરોપી અશરફ નાગોરીને આશરો આપનાર દુબઈના અકરમ બકાલીને સુરત એરપાર્ટ ઉપરથી ઝડપાયો છે. સુરત એરપોર્ટ પર ઉતરેલા આરોપી અકરમ બકાલીને ઈમિગ્રેશનના અધિકારીઓએ પકડીને સુરત પોલીસને સોંપ્યો હતો. તો ઝડપાયેલા અકરમ બકાલીએ આરોપી અશરફ નાગોરીને ભાગતો ફરતો હતો ત્યારે રહેવા અને નાણાની વ્યવસ્થા કરી આપી હતી. હાલ તો પોલીસે કોર્ટમાં રજુ કરી આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
