તાપી : સાતકાશી સોલાર પ્રોજેક્ટ અંગે જીએસઈસીએલ દ્વારા સ્પષ્ટતા

Featured Video Play Icon
Spread the love

તાપી : સાતકાશી સોલાર પ્રોજેક્ટ અંગે જીએસઈસીએલ દ્વારા સ્પષ્ટતા
ખેડૂતો અને માછીમારોને કોઈ નુકસાન નહીં

ઉકાઈ પાવર સ્ટેશનના મુખ્ય ઈજનેરનો ખુલાસો

સોલાર પ્રોજેક્ટથી કોઈને નુકસાન નહીં”

તાપી સોલાર પ્રોજેક્ટ અંગે અરેરાટી વચ્ચે અધિકારીઓની સ્પષ્ટતા”

સાતકાશીના આજુબાજુના વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ અંગે મહત્વપુર્ણ સ્પષ્ટતા કરવામાં આવી જીએસઈસીએલ ના મુખ્ય ઈજનેર આર. સી. પટેલ દ્વારા જણાવામાં આવ્યું કે ખેડૂતો,માછીમારોને નુકસાન થાય એવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી તાજેતરમાં તાપી જિલ્લાના સાતકાશી વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટને લઈને પ્રચાર માધ્યમોમાં કેટલાક અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જેની મહત્વપુર્ણ સ્પષ્ટતા ઉકાઈ પાવર સ્ટેશન, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ એન્જિનિયર આર. સી. પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એવો કોઈ પ્રોજેક્ટ લાવવાની નથી જેનાથી ખેડૂતો, માછીમારો કે અંતરિયાળ વિસ્તારોના લોકોને નુકસાન થાય.

વીઓ: આ મુદ્દે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તાત્કાલિક વાતચીત પણ કરી હતી. મુખ્ય ઇજનેરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં કરાયેલ સર્વે પમ્પિંગ હાઈડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટેનો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત, વીજળીની વધેલી માંગણી વખતે નીચલા જળાશયનું પાણી ઉપરના જળાશયમાં લઈ જઈ અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને ગ્રીડને મજબૂત બનાવાશે. આ પ્રોજેક્ટથી ખેડૂતો કે માછીમારોને કોઈ નુકસાન નહીં થાય,તાપી નદીના પટમાં સોલાર પેનલ મુકવાની નથી,કોઈની રોજગારી છીનવાશે નહીં, વિરુદ્ધમાં રોજગારીનાં નવા અવસર સર્જાશે. અંતરિયાળ વિસ્તારોમાં 24 કલાક વીજળી-પાણીની સુવિધા મળશે,ગ્રીન, ક્લીન અને પ્રદૂષણમુક્ત વીજળી ઉત્પન્ન થશે. શ્રી આર.સી. પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તાપી નદી પર હજારો પેનલ નાખીને માછીમારોની રોજગારી છીનવાશે એવી વાત માત્ર અફવા છે અને જેની હકીકત સાથે તેનો કોઈ સંબંધ નથી.
ચાલો જાણીએ ઉકાઇ પાવર સ્ટેશન ના ચીફ એન્જિનિયર આર સી પટેલ નાઓ સ્પષ્ટતા કરતા સુ કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *