સુરતમાં ફરી શિક્ષણ જગત પર કલંકીતતા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી શિક્ષણ જગત પર કલંકીતતા
શહેરના ઉંમર વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મ
ટ્યુશન શિક્ષકે જ કિશોરી પર આચર્યું દુષ્કર્મ
એક્સટ્રા ક્લાસના બહાને નરાધમે આચર્યું દુષ્કર્મ

સુરતમાં ફરી શિક્ષણ જગત પર કલંકીતતા લાગી છે. ધોરણ 11માં ભણતી વિદ્યાર્થી4નીને એક્સ્ટ્રા ક્લાસ માટે ટ્યુશન આપવા આવતા નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવતા પોલીસે નરાધમ શિક્ષકની ઉતરાખંડથી ધરપકડ કરી છે.

સુરતમાં શિક્ષણ જગત ને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં ઉમરા વિસ્તારમાં ટ્યુશન શિક્ષકે જ 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીની એક્સટ્રા ક્લાસ માટે ટ્યુશન આપવા આવતા નરાધમ શિક્ષકે એકલતા નો લાભ લઇ દુષ્કર્મ આચર્યુ હતું. તો દુષ્કર્મ ગુજાર્યા બાદ નરાધમ શિક્ષક પોતાના વતન ઉત્તરાખંડ ભાગી છૂટ્યો હતો. જ્યારે ભોગ બનનાર કિશોરીએ સમગ્ર હકિકત પરિવારને કહેતા પરિવારે ઉમરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ઉમરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ઉત્તરાખંડ ભાગી છુટેલા નરાધમ શિક્ષક ઓનિયાને ઝડપી પાડી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *