સુરત : 15 જેટલા મકાન માલિકો સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોધાયો
ભાડુઆતોની જાણકારી પોલીસને ન આપનાર સામે પોલીસે તપાસ હાથ ધરી
જાહેરનામાના ભંગ બદલ કેસ કરી તેમની સામે કાર્યવાહી
સુરતમાં ભાડુઆતોની પોલીસ સ્ટેશનમાં નોંધણી નહી કરાવનાર 15 જેટલા મકાન માલિકોને ડિંડોલી પોલીસે શોધી કાઢી તેઓ સામે કેસ નોંધ્યો હતો.
સુરતમાં ભાડુઆતની આડમાં અસામાજિક તત્વો અને દેશદ્રોશી તત્વો રહેતા હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા જે તે વિસ્તારમાં મકાન ભાડે આપનાર માલિકે ભાડુઆત અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની હોય છે જો કે કેટલાક મકાન માલિકો ભાડુઆત અંગે પોલીસને જાણ કરતા નથી ત્યારે ડિંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને 15 જેટલા મકાન માલિકો કે જેઓએ સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોય તેઓને શોધી કાઢી તેઓ સામે જાહેરનામા ભંગના 15 કેસ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
