​મઢી સુગર ફેક્ટરીમાં શેરડી પિલાણ સીઝન 2026-27નો પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

​મઢી સુગર ફેક્ટરીમાં શેરડી પિલાણ સીઝન 2026-27નો પ્રારંભ
ધાર્મિક વિધિ-વિધાન અને પૂજા-અર્ચના સાથે કરાયો શુભારંભ
શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં યોજાઈ ધાર્મિક વિધિ
નવી પિલાણ સીઝન શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ

​શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., મઢી ખાતે આજરોજ પિલાણ સીઝન : ૨૦૨૬-૨૦૨૭ નો ધાર્મિક વિધિ-વિધાન અને પૂજા અર્ચના સાથે મંગલ પ્રારંભ

તા.૩૦-૧૦-૨૦૨૬ ને શુક્રવાર આસો વદ પાંચમના શુભ દિને સંસ્થાનાં પ્રમુખશ્રી સમીરભાઈ છીંતારામભાઈ ભક્ત અને તેમના ધર્મપત્નીના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી હતી. ભગવાનના આશીર્વાદ સાથે આગામી પિલાણ સીઝન સફળતાપૂર્વક નિર્વિઘને અને સુખદરીતે સંપન્ન થાય તેમજ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે સંસ્થાનાં ઉપ-પ્રમુખશ્રી જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પટેલ, સંસ્થાના તમામ ડીરેક્ટરશ્રીઓ, મેનેજીંગ ડાયરેક્ટરશ્રી અવિનાશ ડી.ઢેકાણે તેમજ શ્રી મઢી વિભાગ ખેડૂત સંગઠન, મઢીના પ્રમુખશ્રી, ઉપ-પ્રમુખશ્રી તથા ટ્રક-ટ્રેક્ટર શેરડી વાહુક સમિતિના પ્રમુખશ્રી, ઉપ-પ્રમુખશ્રી તથા સંસ્થાનાં અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પિલાણ સીઝન ૯ (નવ) લાખ મે.ટન શેરડી પિલાણના લક્ષ્યાંક સાથે નિર્વિઘને સંપન્ન થાય એવી આશા અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *