રાજ્યની સેવાભાવી હોસ્પિટલોને મળશે 25 આધુનિક એમ્બ્યુલન્સ

Featured Video Play Icon
Spread the love

રાજ્યની સેવાભાવી હોસ્પિટલોને મળશે 25 આધુનિક એમ્બ્યુલન્સ
સુરતમાં પ્રથમ પાંચ એમ્બ્યુલન્સને અપાઈ લીલી ઝંડી
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કરાવ્યું પ્રસ્થાન

સેવાભાવી હોસ્પિટલોને વધુ સુવિધાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોય તેમ બજાજ ફાઇનાન્સના સીએસઆર ફંડ હેઠળ રાજ્યની વિવિધ સેવાભાવી હોસ્પિટલોને 25 આધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવનાર હોય જેમાંથી પ્રથમ પાંચ એમ્બ્યુલન્સને સુરતથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે.

સુરતથી આરોગ્યસેવાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો હોય તેમ બજાજ ફાઇનાન્સના સીએસઆર ફંડ હેઠળ રાજ્યની સેવાભાવી હોસ્પિટલોને 25 આધુનિક એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પ્રથમ તબક્કામાં પાંચ હોસ્પિટલોને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી દર્દીઓની સેવામાં રવાના કરવામાં આવી હતી. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ઇમરજન્સી સમયે તાત્કાલિક તબીબી સહાય મળી શકશે. મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સેવાભાવી ટ્રસ્ટો દ્વારા દાનના માધ્યમથી હોસ્પિટલો ચલાવવી એ પવિત્ર યજ્ઞ સમાન છે. આ એમ્બ્યુલન્સ સેવા માટે દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સાપ કે વિંછીના કરડવા, પ્રસૂતિ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં આ સેવા આશીર્વાદરૂપ બનશે. બજાજ ફાઇનાન્સના સહયોગથી શરૂ થયેલી આ પહેલ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આરોગ્યસેવાને વધુ સુલભ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *