ડિંડોલીમાં બોગસ ડોક્ટરો સામે એસઓજીની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

ડિંડોલીમાં બોગસ ડોક્ટરો સામે એસઓજીની મોટી કાર્યવાહી
ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા 9 બોગસ તબીબો ઝડપાયા
એસઓજી પોલીસ અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત રેડ
લોકોના જીવ સાથે ચેડાં કરતા 9 ઉંટવૈદ્યોનો પર્દાફાશ
ડિંડોલી વિસ્તારમાં બોગસ તબીબોનો ગેરકાયદે તબીબી વ્યવસાય ઝડપાયો

ડિંડોલી વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જીંદગી સાથે ચેડા કરતા 9 બોગસ ઉંટવૈદ્યોને એસઓજી પોલીસે જિલ્લા આરોગ્યની ટીમ સાથે મળી ઝડપી પાડ્યા હતાં.

સુરતના ડીંડોલીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર 9 જેટલા ઉંટવૈદ્યો જેમાં રોહિત પાટીલ, પરમાનંદ પટેલ, આરતીદેવી મોર્ય, મહેશ રાજપુત, કમલાપ્રસાદ ગોંડ, સોપાન પાટીલ, મનોહરલાલ કુમાવત, દિનેશ ભારતી અને કિશોર વિશ્વાસને સુરત એસઓજીની ટીમે આરોગ્ય વિભાગ સાથે મળી ઝડપી પાડ્યા હતાં. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરની સૂચના બાદ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમની ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. ડમી પેશન્ટ મોકલી પ્રાથમિક ખરાઈ કર્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરીને અલગ-અલગ ક્લિનિકમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતાં. એસઓજીની તપાસમાં સામે આવ્યુ હતુ કે પકડાયેલા છ લોકોએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે અન્ય અલગ-અલગ અભ્યાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે. તો આ અંગે એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમે વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *