હાલોલમાં ઝડપાયેલા પ્લાસ્ટિકનો જથ્થો બારોબર વેચી દેવાયો.
જીઆઈડીસી માંથી ઝડપાયેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો વેચી દેવાયો.
રોજમદારો અને પાલિકાના વાહન ચાલકોએ જથ્થો વેચી દીધો.
હાલોલ નગરમાં પર્યાવરણ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું મોટાપાયે ઉત્પાદન ઝડપાયું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વચ્છતા નિરીક્ષણ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓની હેરફેર કરતા એક ટ્રાન્સપોર્ટરને પકડ્યો હતો. તેની પાસેથી 1000 કિલો પાતળા પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો બારોબારો વેચી દીધો છે
હાલોલ નગરમાં જ બે મોટી ફેક્ટરીઓમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન કરી રહી છે. ચીફ ઓફિસરે તાત્કાલિક GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના અધિકારીઓને બોલાવ્યા હતા. ટાઉન સ્ક્વેર મોલની સામે આવેલી બે ફેક્ટરીઓ પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 40 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જે જથ્થો બારોબારો વેચી દેવાની ઘટના સામે આવી છે જ્યાં 5 વ્યક્તિઓએ રાત્રીના સમયે ડુપ્લીકેટ ચાવી બનાવી વેચી દેતા ચીફ ઓફિસરે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે
જીઆઈઆઈડીસીમાં અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ફરી ઉત્પાદન શરૂ થઈ ગયું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો બેફામ ઉપયોગ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક છે અને તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી