વોરાબજાર ચોકમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો

Featured Video Play Icon
Spread the love

વોરાબજાર ચોકમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો
ફરજ દરમિયાન અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંક્યા, ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા

ભાવનગર શહેરના વોરા બજાર વિસ્તારમાં ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરી લોહીયાણ ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. છરીના ઘા ઝીંકી હેડ કોન્સ્ટેબલને લોહીયાણ ઈજાઓ પહોંચાડી

ભાવનગર શહેરના મધ્યમાં આવેલા વોરાબજાર ચોક પાસે ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ વર્નીત બારોટ પર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતાં ચકચાર મચી છે. ફરજ દરમિયાન બનેલી આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલને છરીના ઘા ઝીંકવામાં આવતાં તેઓને લોહીયાણ ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, હેડ કોન્સ્ટેબલ પર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો અને હુમલાખોર કોણ છે તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી. આ બનાવ સંદર્ભે ટ્રાફિક પોલીસ મથકના પીઆઈએ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *