અન્ય લોકોનાં બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ફ્રોડ આચરવાનો મામલો

Featured Video Play Icon
Spread the love

અન્ય લોકોનાં બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ફ્રોડ આચરવાનો મામલો
સાયબર ફ્રોડની રકમ ભાડે મેળવેલા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવાતી
સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારમાં કમિશન મેળવવાનો આરોપ

અલગ અલગ લોકોનાં બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ફ્રોડનાં રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી સાયબર ફ્રોડ આચરનારા ઇસમો પાસેથી કમિશન મેળનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઈમ પોલીસ ભાવનગર

આર.વી.અસારી સાહેબ, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા નિતેશ પાંડેય સાહેબ પોલીસ અધિક્ષક ભાવનગર તથા ઘનશ્યામ ગૌતમ સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક ભાવનગર ગ્રામ્ય આર.આર.સિંઘાલ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભાવનગર અને ઇન્ચાર્જ વિ.પો.અધિ. ભાવનગર ગ્રામ્ય વિભાગ નાઓ દ્વારા મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ફ્રોડનાં રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપી કે અન્ય વ્યકિતઓના બેન્ક એકાઉન્ટ ભાડેથી મેળવી કમિશન મેળવતા ઇસમો શોધી તેના ઉપર કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અંતર્ગત એમ.સી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર નાઓ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સાયબર ફ્રોડના રૂપિયા કોઈ ઇસમો પોતાના ખાતામાં કે અન્ય ઇસમોના ખાતામાં જમા કરાવતા હોય અથવા અન્ય લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડેથી મેળવી આવા બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ આચરનાર ઇસમો સુધી પહોચાડી કમિશન મેળવતા હોય, તેવા ઇસમોને પકડી પાડી તેના વિરુદ્ધ ધોરણસરની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ. જે અનુસંધાને શ્રી ડી.એમ.ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગરનાઓ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન. ભાવનગર ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૯૨૬૦૦૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૭(૨) ૫૪ મુજબના ગુનાના કામે પોતાનુ બેંક એકાઉન્ટ જેમા બેન્કની પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ તથા બેન્ક એકાઉન્ટ સાથે લીંક કરેલ સીમ કાર્ડ) ભાડેથી સાયબર ફ્રોડ કરનાર ઇસમોને આપી આવા ઇસમો પાસેથી કમિશન મેળવાનાર નીચે મુજબના ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *