ખૂન, ખૂનની કોશિશ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવણી

Featured Video Play Icon
Spread the love

ખૂન, ખૂનની કોશિશ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવણી
ગુજસીટોક સહિતના ગુનાઓમાં આરોપી મનિયા ડુક્કર સામે કાર્યવાહી
ગેરકાયદેસર હથિયારના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

સુરતમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ અને ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી મનિયા ડુક્કરને લઈને ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર હથિયારના ગુનામાં મનિયા ડુક્કરને રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવવામાં આવ્યો હતો.

સુરતના ગુનાહિત જગતમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી ધરાવતા આરોપી મનિયા ડુક્કરને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજામાં લીધો હતો. ખૂન, ખૂનની કોશિશ, લૂંટ અને ગુજસીટોક સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીને ગેરકાયદેસર હથિયારના ગુનામાં વધુ તપાસ માટે સુરત લાવવામાં આવ્યો હતો. આરોપીને સુરત લાવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સંબંધિત ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ગુનાની ઘટનાક્રમને સમજવા અને તપાસને આગળ વધારવા માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *