રેન્જ IG અને SPએ 750 લોકો સાથે સીધો સંવાદ કર્યો
સાયબર ફ્રોડથી લોકોને બચાવવા પોલીસનું વિશેષ અભિયાન
ગામડાઓમાં વોટ્સએપ ગ્રુપ બનાવવાની યોજના
સાયબર ગુનાઓ અને ઓનલાઈન છેતરપિંડી અંગે લોકોને કરાશે જાગૃત
રેન્જ આઈજી અને એસપીએ 750 લોકો સાથે કર્યો સીધો ર્યું: ‘હર ઘર, સાયબર સુરક્ષિત ઘર’ અભિયાન હેઠળ ગામડાઓમાં બનશે વોટ્સએપ ગ્રુપ, ફ્રોડથી લોકોને બચાવવા પોલીસનો માસ્ટર પ્લાન
અંત્યોદય’ના વિચાર સાથે 750થી વધુ લોકોની ઉપસ્થિતિ ભાવનગર રેન્જ આઇજી આર.વી. અસારી અને એસપી નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાર સુધી માત્ર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પૂરતી સીમિત રહેલી સાયબર જાગૃતિને ‘અંત્યોદય’ના વિચાર સાથે ગ્રામ્ય વિસ્તારો અને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો હતો. આ મેગા અવેરનેસ કાર્યક્રમમાં તલાટી-કમ-મંત્રીઓ, શિક્ષકો, આચાર્યો, વિવિધ NGO ના પ્રતિનિધિઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મળીને કુલ 750 જેટલા નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પ્રજા સાથે સીધો સંવાદ આ કાર્યક્રમ દરમિયાન રેન્જ આઈ.જી. અને SP દ્વારા ઉપસ્થિત લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. તેઓએ લોકોને સાયબર ઠગાઈની નવી-નવી મોડસ ઓપરેન્ડી અને તેનાથી બચવાના અસરકારક ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ લોકોના મુંઝવતા પ્રશ્નો સાંભળીને તેનું રૂબરૂ અને સંતોષકારક નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક દ્વારા ઉપસ્થિત તમામ લોકોને ‘હર ઘર સાયબર સુરક્ષિત ઘર’ અભિયાનની રૂપરેખા વિગતે સમજાવવામાં આવી હતી. સાયબર જાગૃતિ માટે ગામડાઓમાં વોટ્સએપ ગ્રુપ બનાવાશે સાયબરના દૂષણને ડામવા અને જાગૃતિનો સંદેશો અસરકારક રીતે દરેક ઘર સુધી પહોંચાડવા ભાવનગર પોલીસ દ્વારા એક માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. જે અંતર્ગત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિશેષ વોટ્સએપ ગ્રુપો બનાવવામાં આવશે. આ ગ્રુપોમાં જિલ્લાના તલાટી-કમ-મંત્રીઓ, શિક્ષકો, ગ્રામીણ આગેવાનો અને સામાજિક કાર્યકરોને જોડવામાં આવશે. આ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સાયબર ક્રાઇમની સતત બદલાતી પદ્ધતિઓ, બેન્કિંગ ફ્રોડથી બચવાના ઉપાયો અને જરૂરી સાવચેતી અંગેની જાગૃતિલક્ષી માહિતી નિયમિતપણે છેવાડાના ગામડાઓ અને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે.,
