સુરત: ખોલવડ સ્મશાનગૃહમાં નવી 6 ગેસ ભઠ્ઠીઓનું લોકાર્પણ

Featured Video Play Icon
Spread the love

સુરત: ખોલવડ સ્મશાનગૃહમાં નવી 6 ગેસ ભઠ્ઠીઓનું લોકાર્પણ
સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા 6 નવી ગેસ સંચાલિત ભઠ્ઠીઓ શરૂ કરાઈ
નવી ભઠ્ઠીઓ સાથે ખોલવડ સ્મશાનગૃહમાં કુલ 10 ભઠ્ઠીઓ કાર્યરત
કામરેજ-પલસાણા સહિત વરાછા અને કાપોદ્રા વિસ્તાર માટે મહત્વનું અંતિમધામ
જીપીસીબીના નિયમો મુજબ ભઠ્ઠીઓ અને ચીમનીનું નિર્માણ કરાયું
જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી સહિત દાતાશ્રીઓ અને ટ્રસ્ટના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સુરત જિલ્લાના ખોલવડ ગામે સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સ્મશાનગૃહમાં નવી 6 ભઠ્ઠીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પવિત્ર તાપી નદીના કિનારે આવેલું ખોલવડ સ્મશાનગૃહ કામરેજ અને પલસાણા તાલુકા ઉપરાંત સુરત શહેરના વરાછા અને કાપોદ્રા સહિતના વિસ્તારો માટે પણ મહત્વનું અંતિમધામ બન્યું છે.

ખોલવડ સ્મશાનગૃહ ખાતે સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા નવી 6 ભઠ્ઠીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું નવી 6 ગેસ સંચાલિત ભટ્ટી ઓ શરૂ કરવા મા આવી છે જે સાથે ખોલવડ ગામના સ્મશાન ગૃહ માં કુલ 10 ભટ્ટી ઓ શરૂ થઈ છે . મહત્વ ની વાત એ છે કે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહ બાદ ખોલવડ સ્મશાનગૃહ પણ ખૂબ જ વ્યસ્ત સ્મશાનગૃહ તરીકે ઓળખાય છે. કામરેજ અને પલસાણા તાલુકાના લોકો ઉપરાંત વરાછા, કાપોદ્રા સહિત સુરત શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે અહીં આવે છે. સ્મશાનગૃહમાં નવી ભઠ્ઠીઓનું નિર્માણ જીપીસીબીના નિયમો અને માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું છે. સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ચીમનીનું પણ નિયમ મુજબ નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી સહિત ખોલવડ ગામના દાતાશ્રીઓ અને સીતારામ સેવા ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *