સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
મુસાફરોની નજર ચૂકવી રોકડ અને દાગીનાની ચોરી કરતા હતા
એલસીબી ઝોન-3ની ટીમે રિક્ષા ગેંગના રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા

રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચુકવી રોકડ અને દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના રીઢાઓને એલસીબી ઝોન 3ની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન સહિતનાઓની સુચનાને લઈ ઝોન 3 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દિલ્હીગેટથી સહારા દરવાજા જતા રોડ પરથી રીક્ષામાં સવાર સમીર ઉર્ફે વરી શેખ, સલમાન જાડા અરબ અને ઈમરાન મામા શેખને ઝડપી પાડ્યા હતાં પોલીસે આરોપીઓની પુછપરછ કરતા રીઢાઓએ થોડા દિવસ અગાઉ મહિધરપુરા પોલીસ મથકની હદમાં કતારગામ વિસ્તારમાંથી રિક્ષામાં બેસેલા મુસાફરની નજર ચુકવી રોકડા રૂપિયા અને દાગીના ચોર્યા હોવાની કબુલાત કરતા પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ અને રીક્ષા સહિત 2.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રીઢાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *