સુરત લગ્નના બીજા જ દિવસે યુવકે આપઘાત કરતા ચકચાર

Featured Video Play Icon
Spread the love

સુરત લગ્નના બીજા જ દિવસે યુવકે આપઘાત કરતા ચકચાર
પરિવાર પર આભ તૂટી પડ્યું

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉન પાટિયા વિસ્તારમાં લગ્નના બીજા જ દિવસે યુવકે આપઘાત કરતા ચકચાર મચી હતી. ગરમ મસાલાનો વેપાર કરતા યુવાનના આપઘાતને લઈ પરિવારજનો પર અને ખાસ કરીને પત્નિ પર આભ તુટી પડ્યુ હતું.

સુરતના ઉન પાટિયા વિસ્તારમાંથી રહેતા અને ગરમ મસાલાનો વેપાર કરતા રિઝવાન ઈસ્માઇલ નામના યુવકે નિકાહના બીજા જ દિવસે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોએ જણાવ્યુ હતુ કે યુવક રિઝવાનના નિકાહ બાદ પત્નીને તેડવા માટે સસરા પક્ષના સભ્યો પણ ઘરે આવ્યા હતા અને પરિવારમાં ખુશીનો માહોલ હતો. જો કે, પરિવારજનો હોસ્પિટલ ગયા હતા ત્યારે રિઝવાન ઘરે એકલો હતો અને તે દરમિયાન તેણે અંતિમ પગલું ભર્યું હતું. જો કે ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *