નવસારીમાં પ્રથમ વખત ‘રાસલોક નવરાત્રી’નું ભવ્ય આયોજન

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં પ્રથમ વખત ‘રાસલોક નવરાત્રી’નું ભવ્ય આયોજન
નવસારીમાં યોજાશે પ્રથમ ‘રાસલોક નવરાત્રી’, ગરબાના રંગમાં રંગાશે શહેર

નવસારી શહેરમાં આ વર્ષે નવરાત્રી પર્વ નિમિત્તે યોજાનારા ચાર મોટા કોમર્શિયલ આયોજનો પૈકી પ્રથમ વખત ‘રાસલોક નવરાત્રી’નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી નવરાત્રીના આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે 8 સપ્ટેમ્બરે લોકપ્રિય ગાયિકા ગીતા રબારીના પ્રી-નવરાત્રી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 10 સપ્ટેમ્બરે તમામ ખેલૈયાઓ માટે સફેદ પરંપરાગત પોશાકમાં ગરબા રમવા માટે ‘શ્વેત રાસ’ નામની ખાસ થીમ આધારિત ઈવેન્ટ યોજાશે. સુરક્ષાને લઈને પણ આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરિસરમાં 100 CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. આગની દુર્ઘટના સામે તકેદારીના ભાગરૂપે સ્થળ પર 70 ફાયર એક્સ્ટિંગ્વિશર પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. ‘રાસલોક નવરાત્રી’ના ડોમની કુલ ક્ષમતા 9 હજાર લોકોની રાખવામાં આવી છે, જેમાં 5 હજાર ખેલૈયાઓ અને 2 હજાર દર્શકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિસરમાં 7,500 લોકોની હાજરી થતાં જ સુરક્ષાના કારણોસર મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવશે. નવસારીમાં પ્રથમ વખત ગરબા મહોત્સવમાં પરંપરાગત કાગળના પાસના બદલે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓના વોટ્સએપ પર ખાસ બારકોડ મોકલવામાં આવશે અને આ બારકોડના આધારે જ ડોમમાં પ્રવેશ આપવામાં આવશે. ડિજિટલ પ્રવેશ વ્યવસ્થાના કારણે ગેટ બહારની ભીડને નિયંત્રિત કરી ખેલૈયાઓને ઝડપી અને સરળતાથી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મળી શકશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *